
કલોલ ભાજપ દ્વારા ધરણાં યોજાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબમાં સુરક્ષા ચૂક મામલે કલોલમાં ભાજપ દ્વારા ધારણા યોજાયા હતા. કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા આજ રોજ કલોલ ટાવર ચોક પાસે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા સામે કોંગ્રેસ સદબુદ્ધિ ધરણાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી જે. કે પટેલ,મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ,નરેશભાઈ પ્રજાપતિ,નગરપાલિકાના પ્રમુખ ઉર્વશી બેન પટેલ,પ્રદેશ મોરચાના મંત્રી નિલેશભાઈ આચાર્ય,સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો તેમજ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ ની મુલાકાતે ગયા હતા, જે દરમિયાન તેઓ સાથે જે ઘટના બની હતી, તેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા પંજાબની સત્તાધારી કોંગ્રેસ પાર્ટી ની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 6 જાન્યુઆરીના રોજ કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે નર્મદેશવર મહાદેવ મંદિર ખાતે મહામૃત્યુંજય મંત્ર નો જાપ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
પીએમની સુરક્ષા ચૂકને લઈને કલોલ ભાજપ દ્વારા તાબડતોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ મુદ્દે અગાઉ કલોલ શહેર ભાજપ સંગઠન અને કલોલ શહેર યુવા મોરચા દ્વારા કોંગ્રેસની પંજાબ સરકાર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી નો વિરોધ કરવા માટે કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું.
કલોલમાં અંબિકા બસ સ્ટેન્ડે જાહેર મુતરડી ના હોવાથી લોકો પરેશાન