બળાત્કારના આરોપીને વીસ વર્ષની સખત કેદ ફટકારતી કલોલ કોર્ટ
કલોલમાં મહિના અગાઉ એક બળાત્કારીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ બાદ અન્ય એક કેસમાં કલોલ કોર્ટે પોકસોના આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા તેમજ 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.કલોલ તાલુકાના એક ગામમાં સતત ત્રણ દિવસ સુધી બાળકી પર દુષ્કર્મ ગુજારવાના ગુના હેઠળ જજે સજા ફટકારી હતી.
આરોપી સંજયસિંગ ઉર્ફે બ્રિજપાલસિંગ ઠાકુરે સતત ત્રણ દિવસ સુધી બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ચોકલેટ અને દસ રૂપિયાની લાલચ આપી બાળકી પર ત્રણ દિવસ બળાત્કાર ગુજારી કોઈને વાત કરીશ તો મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી કલોલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ બાદ કોર્ટમાં કેસ ચાલી જતા 20 વર્ષ જેલની સજા તેમજ 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.