કલોલ પૂર્વમાં કુતરાઓ મુદ્દે બબાલ,પંચવટીનો ઈસમ વિદેશી ક્વાર્ટર સાથે ઝડપાયો 

કલોલ પૂર્વમાં કુતરાઓ મુદ્દે બબાલ,પંચવટીનો ઈસમ વિદેશી ક્વાર્ટર સાથે ઝડપાયો 

Share On

 કુતરાઓ મુદ્દે બબાલ, ઈસમ વિદેશી ક્વાર્ટર સાથે ઝડપાયો

કલોલમાં આવેલ રેલવે પૂર્વ વિસ્તારની એક ચાલીમાં કુતરાઓ ને માર મારવા મુદ્દે બે પરિવારો સામસામે મારામારી પર ઉતરી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈને કુતરાઓને કેમ મારો છો તેવું કહીને  હુમલો કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. આ બાદ લોકોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. આ બાબતની ફરિયાદ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.તો બીજી તરફ પંચવટીનો ઈસમ કેલિકો મિલ પાસે વિદેશી ક્વાર્ટર સાથે ઝડપાઇ ગયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટીપી સ્કીમની ચાલી રેલવે પૂર્વમાં કુતરાઓ મુદ્દે બબાલ થઇ હતી. આરોપીઓએ ફરિયાદીના ઘરે આવીને કુતરાઓને ના મારવાનું જણાવી તેમજ ખોટી પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેઓ ફરિયાદીને માર મારવા લાગેલ જેથી આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

MD Auto World

જોકે સોસાયટીના લોકો આવી જતા તેઓએ ધમકી આપી હતી કે આજે તો તમે બચી ગયા છો પણ જે દિવસે લાગમાં આવશો ત્યારે બચશો નહી. જેથી ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ અનુસાર ફરિયાદ નોંધાવી છે.
કેલિકો મિલ પાસે ઇસમ ક્વાર્ટર સાથે ઝડપાયો 
કલોલમાં આવેલ કેલિકો મિલ પાસે એક ઈસમ પાસેથી ક્વાર્ટર પકડાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઈસમની તપાસ કરતા  ગ્રીન લેબલ વ્હીસ્કીની એક બોટલ મળી હતી જેની કિંમત આશરે 100 રૂપિયા ગણવામાં આવી છે. પોલીસે પુછપરછ કરતા તેણે પોતાનું નામ પીનેશ જીવણભાઈ પટેલ અને પંચવટી ગોપાલનગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.

Khodiyar Parotha

કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો 

કલોલ પૂર્વમાં ભૂંડ પકડવા બાબતે બબાલ, છુરાબાજીમાં એક ઘાયલ 

કલોલ સમાચાર