કલોલ ગુરુકુળમાં દસ વાગ્યાની મંજૂરી છતાં નિયમોને નેવે મૂકી ગરબા ચાલુ
ક્લોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં નિયમો નેવે મૂકીને ગરબા ચાલુ રાખવામાં આવ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં જ પીએસએમ હોસ્પિટલ આવેલી હોવા છતાં આજે લાઉડ સ્પીકર પર ગરબા ચાલુ રાખવામાં આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા.
રાત્રે દસ વાગ્યા સુધીની મંજૂરી આપવામાં આવી હોવા છતાં ગરબા ચાલુ રહ્યા છે ત્યારે મંજૂરી આપનાર તંત્ર કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ તે અંગે મોટો સવાલ ઉભો થયો છે.
કલોલમાં આવેલી આ શૈક્ષણિક સંસ્થામાં ગ્રામ્ય મામલતદાર દ્વારા ગરબાની મંજૂરી આપવામાં આવેલી હતી. જોકે આ મંજૂરીનો છડે ચોક ભંગ થઈ રહ્યો છે. કલોલ ગ્રામ્ય મામલતદાર દ્વારા આપવામાં આવેલી મંજૂરીમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે દસ વાગ્યા સુધી અવાજની માત્રા 55 ડેસીબલથી ઓછી રાખીને વગાડવામાં આવશે.