કલોલમાં પોલીસ પ્રશાસન- નગરપાલિકાની આળસે મહિલાનો જીવ લીધો,પાંચ ઘાયલ

કલોલમાં પોલીસ પ્રશાસન- નગરપાલિકાની આળસે મહિલાનો જીવ લીધો,પાંચ ઘાયલ

Share On

કલોલમાં પોલીસ પ્રશાસન- નગરપાલિકાની આળસે મહિલાનો જીવ લીધો,પાંચ ઘાયલ

BY પ્રશાંત લેઉવા

કલોલ : કલોલ શહેરના ખૂની બંગલા પાસે આવેલી કોર્ટ આગળ શાકભાજી સહિતના પાથરણાંવાળા બેસતા હોય છે. આજે સાંજે એક બેફામ કારચાલકે તેમને ટક્કર મારી ઇજાગ્રસ્ત કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે પાંચ વ્યક્તિઓ ઘાયલ થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કલોલ શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન ઘેરી બનતી જઈ રહી છે. લોકો મન ફાવે ત્યાં લારીઓ મૂકીને વેપાર કરતા હોય છે.  શાકભાજીવાળા રોડ વચ્ચે જ વેપાર કરતા હતા જેને કારણે ટ્રાફિક સમસ્યા ઉદભવી હતી. આ મામલે કલોલ નગરપાલિકા અને પોલીસ તંત્રને અનેક વખત ટકોર કરવામાં આવી હોવા છતાં તેઓ કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નહોતા.

 

કલોલ નગરપાલિકા અને પોલીસના માણસોની સ્પષ્ટ રીતે દેખાતું હતું કે આ રીતે વેપાર કરવાથી ટ્રાફિકજામ થઈ જાય છે અને ભવિષ્યમાં અકસ્માત થઈ શકે છે. આમ છતાં આળસ અને બેદરકારીને કારણે આ વેપલો ચાલુ રાખવામાં આવ્યો હતો જેનું ભયંકર પરિણામ આવ્યું છે. પાથરણાવાળા અને ફેરીયાવાળાઓને અલગથી જગ્યા આપવા માટે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી તેમાં નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરાઇ નહોતી. જેને પગલે એક મહિલાનું મૃત્યુ થયું છે જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કલોલ નગરપાલિકા અને પોલીસ આ મામલે હવે યોગ્ય કામગીરી કરે તે જરૂરી બન્યું છે.

કલોલ સમાચાર