કલોલ નગરપાલિકાનાં ચિફ ઓફિસરની બદલી,લાફા કાંડ નડી ગયો હોવાની ચર્ચા
BY પ્રશાંત લેઉવા
કલોલ નગરપાલિકામાં થયેલ બહુચર્ચિત લાફા કાંડ બાદ હવે ચીફ ઓફિસર મનોજ સોલંકીની બદલી થઈ ગઈ છે. મનોજ સોલંકીને સ્થાને ફરીથી કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નીતિન બોડાતની નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂકથી કલોલના દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
કલોલ નગરપાલિકામાં થોડા વર્ષ અગાઉ મનોજ સોલંકી ચીફ ઓફિસર તરીકે કાર્યરત હતા ત્યારબાદ નીતિન બોડાતની નિમણુંક કરવામાં આવી હતી. જોકે બે વર્ષ બાદ ફરીથી મનોજ સોલંકીને કલોલ નગરપાલિકાનું સુકાન સોંપવામાં આવ્યું હતું પરંતુ પાલિકામાં થયેલ લાફા કાંડ તેમને નડી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર કાઉન્સિલરોના એક જૂથ દ્વારા મનોજ સોલંકીને બદલવાની માંગણી કરી હતી જેને પગલે આ બદલી કરાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.