કલોલ નગરપાલિકાએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાણીના ત્રણ કનેક્શન કાપ્યા 

કલોલ નગરપાલિકાએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાણીના ત્રણ કનેક્શન કાપ્યા 

Share On

કલોલ નગરપાલિકાએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાણીના ત્રણ કનેક્શન કાપ્યા

કલોલ નગરપાલિકાએ ટેક્સ નહીં ભરનાર ત્રણ જેટલા બાકીદારોના  પાણીના કનેક્શન કાપી દીધા હતા. પાલિકા દ્વારા જોગણી માતાના મંદિર પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં  આ કામગીરી કરવામાં આવી હતી. કલોલ નગરપાલિકાની કામગીરીને પગલે બાકીદારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

બીજી તરફ કલોલ નગરપાલિકાએ ટેક્સ નહીં ભરનાર બાકીદારોને નળ અને ગટર જોડાણ કાપવાની 600 નોટિસ ફટકારી છે. પાલિકામાં ટેક્સ નહીં ભરવાને કારણે આ નોટિસ ફટકારવામાં આવી છે.

કલોલ નાગરપાલિકાએ 13.99 કરોડ રૂપિયાનો પાછલો બાકી ટેક્સ તેમજ 15.79 કરોડ રૂપિયાનો ચાલુ ટેક્સ વસૂલવાનો છે. આમ કુલ 29.79 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે. લોલ નગરપાલિકાએ આવક મુખ્ય સ્ત્રોત એવા કરવેરા વસૂલવા આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. કેટલાક રીઢા બાકીદારો વર્ષોથી વેરો ન ભરતા પાલિકાએ લાલ આંખ કરી છે.
 શહેરના વિકાસ કાર્યો માટે વેરાની આવક મહત્વપૂર્ણ હોવાથી પાલિકાએ વેરાની વસૂલાત કરવા કમર કસી છે. આગામી સમયમાં અન્ય બાકીદારોને પણ નોટિસ ફટકારવામાં આવનાર છે.

કલોલ સમાચાર