કલોલ નગરપાલિકાના વોર્ડ 4ની પેટાચૂંટણી જાહેર,ભાજપ – કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ
BY પ્રશાંત લેઉવા
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં સામાન્ય સ્ત્રી બેઠક ઉપર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. વોર્ડ નંબર ચાર નગરસેવિકા સોનલબેન પ્રજાપતિએ રાજીનામું આપી દીધું હતું જેને પગલે આ બેઠક ખાલી પડી હતી. ચૂંટણી જાહેર થતાં હવે આ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરા-ખરીનો જંગ જામશે.
બીજી તરફ કલોલ નગરપાલિકાની ટર્મ પૂર્ણ થવાને પણ હવે એક વર્ષ બાકી રહ્યું છે ત્યારે ફક્ત એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ બેઠક કોણ લઈ જશે તે અંગે પણ મત મતાંતર જોવા મળી રહ્યા છે.
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ: 3 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: 4 ફેબ્રુઆરી 2025
મતદાનની તારીખ: 16 ફેબ્રુઆરી 2025
મતદાનનો સમય: સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
મતગણતરીની તારીખ: 18 ફેબ્રુઆરી 2025