કલોલ નગરપાલિકામાં વિરોધનો વંટોળ : વધુ બે ચેરમેનોના રાજીનામાં પડ્યા

કલોલ નગરપાલિકામાં વિરોધનો વંટોળ : વધુ બે ચેરમેનોના રાજીનામાં પડ્યા

Share On

કલોલ નગરપાલિકામાં વિરોધનો વંટોળ : વધુ બે ચેરમેનોના રાજીનામાં પડ્યા

કલોલ નગરપાલિકામાં રાજીનામાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે વધુ બે નગર સેવકોએ ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું છે. કલોલ નગરપાલિકામાં સભ્યોમાં અસંતોષ ફેલાતા ફેલાતા હવે ધીમે ધીમે સભ્યો રાજીનામાનું શસ્ત્ર ઉગામી રહ્યા છે. વિવિધ સમિતિઓમાં કરાતા કામ અંગે કોઈ જાણકારી ના આપવામાં આવતી હોવાનો આક્ષેપ નગરપાલિકા પર થઈ રહ્યો છે.

ગઈકાલે ગુમાસ્તાધારા ના ચેરમેન જશોદાબેન ઠાકોરે રાજીનામું આપી દીધું હતું આજે પ્રદીપસિંહ ગોહિલ અને ઉષાબેન રાવળ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. પ્રદીપસિંહ ગોહિલ આવાસ યોજના અને ઉષાબેન રાવળ શહેરી આજીવિકા મિશનના ચેરમેન હતા.

કલોલ નગરપાલિકાના મહિલા કાઉન્સિલરે ચેરમેન તરીકે રાજીનામુ આપ્યું, કેમ ?

કલોલ સમાચાર