કલોલ પાલિકામાં નવો એક વિવાદ : નગરસેવકે વોટ્સએપ ગ્રુપમાં સત્તાધીશો વિરુદ્ધ બળાપો ઠાલવ્યો

કલોલ પાલિકામાં નવો એક વિવાદ : નગરસેવકે વોટ્સએપ ગ્રુપમાં સત્તાધીશો વિરુદ્ધ બળાપો ઠાલવ્યો

Share On

કલોલ પાલિકામાં નવો એક વિવાદ : નગરસેવકે વોટ્સએપ ગ્રુપમાં સત્તાધીશો વિરુદ્ધ બળાપો ઠાલવ્યો

BY પ્રશાંત લેઉવા

કલોલ

 

કલોલ નગરપાલિકામાં વિવાદ શમવાનો નામ લઈ રહ્યા નથી. નગરપાલિકાના પ્રમુખ અને વોર્ડ નંબર આઠના નગરસેવક વચ્ચે શાબ્દિક બોલાચાલી થયા બાદ હવે પાલિકા તંત્રની કામગીરી ઉપર રેલવે પૂર્વ વિસ્તારના ભાજપનાં એક કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા છે. કલોલ ભાજપનાં નગરસેવકોના વોટ્સએપ ગ્રુપમાં મુકાયેલ સોશિયલ મીડિયા મેસેજ વાઇરલ થયો છે.

 નગરસેવકે વાઇરલ કરેલાં મેસેજ અનુસાર રેલવે પૂર્વ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણી આવતું નથી જેને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી નહીં આવતા લોકોએ નગરસેવકોને પાણીનું ટેન્કર મંગાવાની રજૂઆત કરી હતી. આમ છતાં કોર્પોરેટરોને પાણીનું ટેન્કર મળ્યું નહોતું. પાણીનું ટેન્કર નહીં આવતા નગરસેવક લાચાર પડ્યા હતા.

 

આ બાદ અચાનક રઘુવીર સોસાયટીમાં પાણીનું ટેન્કર આવ્યું હતું જેને પગલે નગર સેવકે તપાસ કરતા વોર્ડના અન્ય કોઈપણ નગરસેવકોએ પાણીનું ટેન્કર મંગાવ્યું ન હોવાનો ખુલાસો થયો હતો. વોટ્સએપ પર વાઇરલ થયેલા મેસેજમાં નગરસેવકે દાવો કર્યો હતો કે કલોલ નગરપાલિકા પ્રમુખને ત્રણ વખત ફોન કર્યો હોવા છતાં તેઓ ફોન ઉપાડતા નથી. આ વિશે નગરસેવકે વાહન વ્યવહાર સમિતિનાં ચેરમેન સાથે વાત કરતા તેઓ પણ દોડતા થઈ ગયા હતા. રેલવે પૂર્વના ભાજપના કોર્પોરેટરો એ પાણીના ટેન્કરને માંગ કરી તો તેમની માંગ સંતોષાય નહોતી પરંતુ તેમને અંધારામાં રાખીને પાણીનું ટેન્કર મોકલવામાં આવતા રોષ ફેલાયો છે.

કલોલ સમાચાર