કલોલમાં 12 રખડતા ગાય-આખલાઓને પકડી પાંજરાપોળ મોકલાયા
આખરે કલોલમાં ગાયો પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.રેલવે પૂર્વ વિસ્તારમાં ઢોર પકડ પાર્ટીએ ગાયો પાંજરે પુરવાની કામગીરી હાથ ધરી છે. નગરપાલિકા દ્વારા 12 જેટલી ગાયોને પાંજરે પુરવામાં આવી હતી.કલોલ શહેરમાંથી 12 ગાયો તથા આખલા અલગ અલગ વિસ્તારોમાંથી પકડીને પાંજરાપોળ મૂકવામાં આવ્યા હતા.
કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાયોનો ત્રાસ વધી ગયો છે. આ ગાયો માર્ગો પર અવાર નવાર અકસ્માત સર્જતી હોય છે જેને કારણે નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. ઢોર પકડવાની કામગીરી દરમિયાન જે વ્યક્તિ અડચણરૂપ બનશે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવશે.
આ વિસ્તારમાં ગાયોની વધુ સમસ્યા
કલોલમાં નગરપાલિકા સામે, ખૂની બંગલા, ત્રણ રસ્તા, હનુમાનજી મંદિર રોડ, વખારીયા ચાર રસ્તા, પૃથ્વી એપાર્ટમેન્ટ પાસે, શારદા સર્કલ, સીદબાદ હાઇવે, કલ્યાણપુરા વિસ્તાર તેમજ રેલવે પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગાયો દેખાય છે તો પાલિકા તંત્ર દ્વારા અહીં ક્યારે કામગીરી કરવામાં આવશે તેવું લોકો એકબીજાને પૂછી રહ્યા છે.
જાણવા જેવું : કલોલ રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે ?
નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.જોકે પાલિકા દ્વારા કેટલા દિવસ સુધી કામગીરી ચાલુ રાખવામાં આવશે તે મોટો સવાલ છે.