કલોલ નાગરિક બેંકનાં ચેરમેન અલ્પાબેન પટેલનું રાજીનામું, નવા ચેરમેન તરીકે બાબુભાઇ પટેલની નિમણુંક

કલોલ નાગરિક બેંકનાં ચેરમેન અલ્પાબેન પટેલનું રાજીનામું, નવા ચેરમેન તરીકે બાબુભાઇ પટેલની નિમણુંક

Share On

કલોલ નાગરિક બેંકનાં ચેરમેન અલ્પાબેન પટેલનું રાજીનામું, નવા ચેરમેન તરીકે બાબુભાઇ પટેલની નિમણુંક

BY પ્રશાંત લેઉવા

કલોલ : કલોલની નાગરિક સહકારી બેંકના ચેરમેન અલ્પાબેન પટેલે રાજીનામું ધરી દીધું છે. આજે કલોલ નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાઇ હતી જેમાં અલ્પાબેન પટેલનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું. તેમને સ્થાને બાબુભાઈ પટેલની નવા ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે.

અલ્પાબેન પટેલે રાજકીય તેમ જ સામાજિક કારણોસર સમય આપી ન શકતા હોવાનું કારણ ધરીને રાજીનામું આપી દીધું હતું. જોકે આ રાજીનામાં પાછળ અન્ય અન્ય કોઈ કારણ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કલોલ કોર્ટમાંથી નાગરિક બેંકના તત્કાલીન પદાધિકારીઓ વિરુદ્ધ સમન્સ બજવવામાં આવ્યું હોવાની વિગત પ્રાપ્ત થઈ છે અને તેમને મુદત અર્થે કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

કલોલ સમાચાર