સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ પોલીસે ફરિયાદ નોંધી
કલોલમાં હજુ પણ લોકો સુધરતાં ના હોય તેમ લાગી રહ્યું છે. કોરોના કેસનો આંકડો હવે 100થી વધુ પહોંચી ગયો હોવા છતાં લોકો ગંભીર નથી, રાત્રી કરફ્યુ હોવા છતાં લોકો બહાર ફરવા નીકળી પડે છે. જેમને પોલીસે બરાબરનો સબક શીખવાડ્યો છે. બોરીસણા ગરનાળા પાસે ઉભા રહેતા એક પાણીપુરીવાળા પર પોલીસે ફરિયાદ નોંધી છે.
કલોલમાં હાઇવે પર એક પકોડીવાળો ઉભો રહે છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે અહીં નિયમોનું પાલન નથી થઇ રહ્યું. લોકો માસ્ક વગર અને ટોળે વળીને ઉભા હોવાથી સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થઇ રહ્યો છે. જેના પરિણામે કલ્યાણપુરામાં રહેતા પકોડીવાળા વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત કલોલ હાઇવે ઉપર પણ એક વ્યક્તિ પોતાના ફ્રાય સેન્ટર પર પાર્લર ખુલ્લો રાખી બેઠો હતો તેના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી કલોલ સમાચાર ઓનલાઇન એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
સરકાર દ્વારા જારી કરાયેલ નવી ગાઈડલાઈનમાં વધુ 17 શહેરોમાં નાઈટ કરફ્યૂની અમલવારી કરવામાં આવશે.કલોલમાં 7 દિવસ એટલે કે 29/1/2022 સુધી રાત 10થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. કલોલમાં દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટ યાર્ડ, સલૂન, સ્પા અને બ્યૂટીપાર્લર તેમજ અન્ય ગતિવિધિઓ રાત્રે 10.00 વાગ્યા સુધી થઈ શકશે.