કલોલ પોલીસે પીઆઈ તરીકે ઓળખ આપી છેતરપિંડી કરનાર શખ્સને જૂનાગઢથી દબોચી લીધો 

કલોલ પોલીસે પીઆઈ તરીકે ઓળખ આપી છેતરપિંડી કરનાર શખ્સને જૂનાગઢથી દબોચી લીધો 

Share On

કલોલ પોલીસે પીઆઈ તરીકે ઓળખ આપી છેતરપિંડી કરનાર શખ્સને દબોચી લીધો

કલોલ શહેર પોલીસે કલોલ શહેર ખાતે સરકારી અધિકારી તરીકેની ઓળખ આપી સરકારી નોકરી અપાવવાની લાલચઆપી મેરીટ લીસ્ટ, વેઇટીંગ લીસ્ટ ખોટા સર્ટિફિકેટ વેરીફીકેશન લેટર વગેરે જેવા ખોટા દસ્તાવેજબનાવી તેનો ખરાઇ તરીકે ઉપયોગ કરી છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરનાર શખ્સને જુનાગઢખાતેથી દબોચી લીધા છે.

કલોલ પોલીસે સ્નેહલ ઈશ્વરભાઈ પરમાર,ઈશ્વરભાઈ ગંગારામભાઈ પરમાર અને ધવલ નંદાભાઈ ખાવડુને ઝડપી લીધા છે. આ ત્રિપુટીએ ફરિયાદીના બે ભાણિયાઓને પીજીવીસીએલમાં નોકરી અપાવવાની લાલચ આપીને તેમજ પોતે પીઆઇ હોવાથી લાગવગ થશે એમ કહી ફરિયાદી પાસેથી 11 લાખ રૂપિયા લીધા હતા તેમજ બાદમાં નોકરી ન અપાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

પ્રેમપ્રકરણ : કલોલના ભાજપના નેતા વિરુદ્ધ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ થતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે અલગ અલગ ટીમ બનાવી જૂનાગઢ જઈ ટેક્નિકલ સર્વેલન્સને આધારે આરોપીને ઝડપી લેવા તજવીજ આદરી હતી જેમાં શહેર પોલીસને સફળતા મળી હતી.

આરોપીઓને ઝડપી પાડવામાં કલોલ શહેર પોલીસ ઈન્સ્પેક્ટર યુ.એસ.પટેલ, પો.સબ ઈન્સ એન .બી.ચૌધરી હે.કોન્સ. તખતસિંહ હિંમતસિંહ,  હે.કોન્સ નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ અને અ.પો.કોન્સ સિધ્ધરાજસિંહ વિક્રમસિંહની મહત્વપૂર્ણ કામગીરી રહી હતી.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર