કલ્યાણપુરામાં પત્નીની હત્યા કરનારા હત્યારા પતિને ઝડપી પાડતી કલોલ પોલીસ

કલ્યાણપુરામાં પત્નીની હત્યા કરનારા હત્યારા પતિને ઝડપી પાડતી કલોલ પોલીસ

Share On
કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં આડા સબંધની શંકાએ પોતાની પત્નીનું ગળું દબાવીને પતિ ફરાર થઇ ગયો હતો. કલોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ જમાલપુર પાસેથી હત્યારા ભાનુપ્રસાદ ત્રિવેદીને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીનો ફોન અમદાવાદમાં એક્ટિવેટ થયો હોવાની પોલીસને માહિતી મળતા તેના ફોનના લોકેશનને આધારે તે જમાલપુરમાં હોવાનું જાણવા મળ્યું હતું.
જોકે તેણે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દેતા તેનું ચોક્કસ લોકેશન જાણવા મળ્યું નહોતું જેથી સર્વેલન્સ સ્ટાફ દ્વારા ટીમ બનાવીને શોધખોળ શરુ કરાઈ હતી. આ દરમિયાન પોલીસને જમાલપુર બ્રિજ નીચે આરોપી મળી આવતા તેને દબોચી લીધો હતો.પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી  હાથ ધરાઈ છે.
અમારા ફેસબુક પેજને અહીં ક્લિક કરી લાઈક કરો 

કલોલ સમાચાર