નવો અંડરબ્રિજ બનાવવા રજુઆત
કલોલ રેલ્વે પૂર્વ અને પશ્ચિમ ને જોડતો અંડરબ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી વિવાદમાં રહ્યો છે અન્ડર બ્રિજની બોગસ ડિઝાઈનને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કલોલમાં પૂર્વ અને પશ્ચિમ ને જોડતો અંડર બ્રિજ ખૂબ જ સાંકડો બનાવવામાં આવે છે.
બીજી તરફ ટ્રાફિક રોજબરોજ વધતો જાય છે ત્યારે આ સાંકડા અંડરબ્રિજને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અંડરબ્રિજમાં વાહનો પૂરપાટ જતા જતા હોય છે જેને કારણે ચાલીને જતા લોકોમાં પણ ભયની લાગણી ફેલાઈ છે.
અદભુત ! કલોલના આ પાંચ ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ
ખૂબ જ સાંકડા અંડરબ્રિ ને કારણે સામે વાહનો પસાર થવામાં પણ મુશ્કેલી પડી રહી છે તેમજ અકસ્માત થવાનો ભય રહેલો છે ચોમાસા દરમિયાન સખત પાણી ભરાઈ જતું હોય છે જેને કારણે વાહનચાલકોએ ફાટક થઈને આવું પડે છે.અમુક વખતે તો એવું લાગે છે કે અંડરબ્રિજ વાહનચાલકો માટે નહીં પરંતુ ચોમાસામાં પાણી જવા માટે અને પાણીનો સંગ્રહ કરવા માટે બનાવ્યો હોય.અહીં ગંદકીનું પણ ભારોભાર સામ્રાજ્ય છે.
ચીફ ઓફિસરે પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી,વાંચો ઇનસાઇડ સ્ટોરી
કલોલમાં અકસ્માત થયેલ ગાડીમાંથી લોકોએ વિદેશી દારૂ લૂંટ્યો
1 thought on “કલોલ પૂર્વ-પશ્ચિમને જોડતો બીજો નવો અંડરબ્રિજ બનાવવા ગૃહમંત્રીને રજુઆત ”