કલોલ વિધાનસભાની બેઠક કોણ જીતશે, કલોલ સમાચારના સર્વેમાં કોંગ્રેસ આગળ
કલોલ સમાચાર દ્વારા હાલ ચૂંટણી પોલ કરવામાં આવી રહ્યો છે. કલોલ સમાચાર ઓનલાઇન દ્વારા થોડા સમય અગાઉ વિધાનસભામાં કોણ જીતશે તેને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં હાલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે. બીજા નંબરે ભાજપ અને ત્રીજા નંબરે આમ આદમી પાર્ટી ચાલી રહી છે. આ સર્વેના આજે પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે.
કલોલમાં કોંગ્રેસમાંથી બળદેવજી ઠાકોરની ટિકિટ પાક્કી છે જ્યારે અન્ય પક્ષોમાં મુરતિયા નક્કી થયા નથી ત્યારે કોંગ્રેસ આગળ હોવાથી કાર્યકરોમાં ખુશીનો માહોલ છે. કલોલ સમાચાર દ્વારા ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો હતો જેમાં સૌથી વધુ 54.2 ટકા મત કોંગ્રેસ પાર્ટીને મળ્યા છે જ્યારે ભાજપને 34.2 ટકા અને આમ આદમી પાર્ટીને 10 ટકા વોટ મળ્યા છે. બાકી રહેલા વોટ બીએસપી તેમજ અન્યોને મળ્યા છે.
આગામી છ માસની અંદર ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે. તમામ પક્ષ પોતપોતાની રીતે ઉમેદવારો પસંદ કરી રહ્યો છે. કલોલમાં સ્થિતિ ઘણી રસપ્રદ બનવાની છે. ટિકિટ માટે કલોલ ભાજપમાં ભલે વિખવાદ ચાલી રહ્યો હોય પણ કોંગ્રેસમાં વન મેન આર્મી બળદેવજી ઠાકોર છે. કોંગ્રેસનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ જ ખુદ બળદેવજી ઠાકોર છે અને સૌ તેમના નામ પર સંમત જ છે જેને લઈને કોંગ્રેસના કાર્યકરો બમણા જોરથી મહેનત કરી રહ્યા છે.
કલોલમાં વિધાનસભાની ચૂંટણીમાં કોણ કોને ભારે પડશે ? વાંચો રસપ્રદ વિશ્લેષણ
1 thought on “કલોલ વિધાનસભા કોણ જીતશે, કલોલ સમાચારના સર્વેમાં કોંગ્રેસ આગળ ”