કલોલ તાલુકા પોલીસે મોબાઈલ ચોર ઝડપ્યો

કલોલ તાલુકા પોલીસે મોબાઈલ ચોરી કરનાર ચોર ઈસમ તેમજ મોબાઇલને શોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની વિગત અનુસાર છત્રાલ બીટના પોલીસ સ્ટાફ કલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ચોરીનો એક મોબાઈલ ફોન વેચવાની ફિરાકમાં એક ઈસમ ફરી રહ્યો છે.
જેને પગલે પોલીસે તેને ઝડપીને ઈસમની અંગ ઝડતી કરતા સફેદ કલરનો સેમસંગ એ 50 મોડલનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ ફોનની મોબાઇલ કિંમત રૂપિયા 10,000 છે. ઈસમે મોબાઈલ બાબતે પૂછપરછ કરતા સમયે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેને પગલે મોબાઈલ બાબતે ખરાઈ કરતા આ મોબાઇલ ચોરી થયો હોવાનો કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જેથી પોલીસે આરોપી પ્રકાશ સોમાભાઈ સુથાર ઉંમર 42ની અટકાયત કરી હતી.