કલોલની અનેક ઇમારતોમાં ફાયર સેફ્ટીનો અભાવ
કલોલ શહેરમાં આવેલ વિવિધ ઇમારતોમાં ફાયર સેફટીની તપાસ કરવા જાગૃત નાગરિક દ્વારા માંગ કરાઈ છે.શહેરની અનેક ઇમારતો ફાયર એનઓસી વગર ધમધમી રહી હોવાનું સામે આવ્યું છે. આ સંજોગોમાં આકસ્મિક આગની ઘટના બને તે અગાઉ સેફટીના નિયમો અનુસાર ઇમારતને મંજૂરી મળી છે કે નહીં તેની તપાસ કરવી મહત્વની બની જાય છે.જેથી ફાયર એનઓસી તેમજ અન્ય મંજૂરી વગર ચાલતી ઇમારતો વિરુદ્ધ પગલા ભરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
કલોલ શહેર અને તાલુકામાં આવેલ શાળા,કોલેજો,ટયુશન ક્લાસિસ, હોસ્પિટલો,રહેણાંક ઇમારતો,કોમર્શિયલ કોમ્પ્લેક્સ,શોપિંગ સેન્ટર,હોટેલો તેમજ સાર્વજનિક એકમોમાં fire અને સેફટીના નિયમોનું પાલન કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ છે.
અરજીમાં જણાવ્યા અનુસાર તમામ ઇમારતોમાં તપાસ કર્યા બાદ જ્યાં નિયમોનું પાલન ન થતું હોય તે એકમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેમજ ખાનગી અને સરકારી એકમોમાં સેફટીના સાધનો ન હોય તો તાત્કાલિક ધોરણે તેને લગાવવાનો આદેશ અપાય તેવી માંગ કરાઈ છે. શાળા કોલેજો અને ટયુશન ક્લાસિસની સંખ્યા પણ વધી ગઈ છે. આ ખાનગી ટયુશન ક્લાસિસમાં ફાયર સેફટીની કોઈજાતની સુવિધાઓ ન હોવાનું સામે આવ્યું છે.
કલોલમાં મોટાભાગની ઇમારતોમાં ફાયર સેફટીના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરીને ધમધમી રહી છે. જેને કારણે લોકોના જીવ સામે જોખમ ઉભું થયું છે. મંજૂરી વગર ગેરકાયદે ચાલતા એકમો પર આગનું જોખમ રહેલ છે જેથી શહેરના વર્ધમાન નગર વિસ્તારમાં આવેલ 40થી વધુ હોસ્પિટલમાં fire સેફટીની કોઈ સુવિધા ન હોવાથી લોકો મુખ્યમંત્રી સુધી અરજી કરી હતી તેમજ હોબાળો કરીને હોસ્પિટલનું બાંધકામ પણ અટકાવ્યું હતું.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ