કલોલમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં મોટો ઘટાડો, વાંચો આજે કેટલા કેસ નોંધાયા ?

કલોલમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં મોટો ઘટાડો, વાંચો આજે કેટલા કેસ નોંધાયા ?

Share On

કલોલમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં મોટો ઘટાડો

કલોલમાં રોગચાળો કંટ્રોલમાં આવવા લાગ્યો છે. આજ રોજ ઝાડા-ઉલટી ના નવા 29 કેસ નોધાયેલ હોઇ કુલ ૫૫૪ કેસ અત્યાર સુધી નોંધાયેલ છે.અત્યાર સુધીમાં ૦૧ મરણ (બાળક) થયેલ છે.આજ રોજ ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૦૯ દર્દીઓ સી.એચ.સી. કલોલ ખાતે, ૦૨ ESIC ખાતે ૦૩ સિવિલ ગાંધીનગર ખાતે, 00 યુ.પી.એચ.સી. અર્બન કલોલ -૧ ખાતે તથા ૦૧ દર્દી ખાનગી દવાખાને ખાતે સારવાર હેઠળ છે.

અત્યાર સુધીમાં કુલ ૨૨ સ્ટુલ સેમ્પલ લેવામાં આવેલ છે. જેમાં ૨૨ પૈકી ૧૭ સેમ્પલના રીઝલ્ટ આવેલ છે. જે ૧૭ તમામ નેગેટીવ રીઝલ્ટ છે અને ૫ સેમ્પલના રીઝલ્ટ બાકી છે.પાણીના કુલ ૨૧ સેમ્પલ લીધેલ હતાં જે પૈકી ૦૭ બિન પીવાલાયક અને ૧૦ પીવાલાયક મળેલ છે. તથા ૦૪ સેમ્પલના રીઝલ્ટ બાકી છે.

 

ESIC ખાતે ઝાડા-ઉલટી ના દર્દીઓને સારવાર મળી રહે તે હેતુસર ડેજીગ્નેટેડ કરેલ છે.અસરગ્રસ્ત વિસ્તારમાં પંડિત દિન દયાળ હેઠળ સવાર-સાંજ બંન્ને ટાઇમ ઓપીડી ની વ્યવથા કરેલ છે.UPHC ખાતે રોગચાળા અંતર્ગત ૨૪ કલાક કંટ્રોલ રૂમ શરૂ કરેલ છે. કંટ્રોલ રૂમ બંબર- ૦૨૭૬૪ ૨૨૯૦૨૨.જેમાં સવારે ૮.૦૦ થી બપોરે ૨.૦૦ કલાક, બપોરે ૨.૦૦ થી રાત્રીના ૮.૦૦ કલાક સુધી અને રાત્રીના ૮.૦૦ થી સવારના ૮.૦૦ સુધી ફરજ બજાવવા આયુષ તબીબ અને કોમ્યુનીટી હેલ્થ ઓફિસરનો આદેશ કરેલ છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

 

કલોલ સમાચાર