કલોલમાં એલસીબીનો સપાટો,બારોટવાસમાં કુખ્યાત જુગારધામ પકડ્યું
કલોલમાં એલસીબી સુપરફાસ્ટ એક્ટિવ થઇ છે. એક પછી એક ગુનાઓ ડિટેકટ કરતી એલસીબીએ કલોલમાં જુગારધામ નો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગર જીલ્લામાં જુગારની અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો બાબતે માહીતી મેળવી સફળ કેસૌ કરવા માટે ગાંધીનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અભય ચુડાસમા તથા જીલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ દ્વારા જરૂરી સુચના આપવામાં આવી હતી.
આ સુચના અન્વયે એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર એચ.પી ઝાલાની ટીમના પો.સ.ઇ. શ્રી ડી.એસ રાઓલ તેમના સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન અ.હે.કો વિજયસિંહ નવલસિંહ તથા પો.કો ગોવિંદભાઇ કનુભાઈને બાતમી મળી હતી કે, નિમેશ મહેન્દ્રભાઇ બારોટ તથા મદનલાલ ભવાનભાઈ રાજપુત કલોલ ના બારોટ વાસમાં આવેલ રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી હાર જીતનો જુગાર રમી રમાડે છે અને હાલમાં તેમની પ્રવૃતિ ચાલુ છે. આ બાતમી આધારે ગાંધીનગર એલ.સી.બી ની ટીમ દવારા ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા મકાનની અંદર જુગાર રમતા કુલ ૧૭ જેટલા ઇસમો રંગે હાથે ઝડપાયા હતા.
જેમના નામ (૧) મદનલાલ ભવાનભાઇ રાજપુત (રહે, મકાન નં-૧૪ સૃષ્ટી રેસીડન્સી,બોરીસણા ચોકડી,કલોલ,(૨),રાજુજી કાળાજી ઠાકોર(રહે,અભુજીનુ પરૂ,ગાયત્રીમંદીરની પાછળ,કલોલ),(૩) ચેતન રમેશચંદ્ર શેઠ ,(રહે,મકાન નં-૬૦૩, વિનાયક સોસાયટી, પંચવટી કલોલ),(૪) રમેશભાઇ ગણપતભાઇ બારોટ (રહે.મકાન નં-૭ સુંદરમ રો હાઉસ,હાઇવે રોડ,કલોલ),(૫) પારસભાઇ હસમુખભાઇ દેસાઇ (રહે,૨૧, મેગા એપાર્ટમેન્ટ,રઘુનાથ સ્કુલ,બાપુનગર,અમદાવાદ),(૬) રાજેન્દ્રસિંહ ઘનાજી વાઘેલા (રહે,કાકાનો માઢ,ગામ કોલવડા તા.જી.ગાંધીનગર),(૭) શિવરાવ વલ્લભરાય (રહે,ડી-૩,ઇફ્કો ટાઉન શીપ,શેરથા,જી.ગાંધીનગર),(૮) સલાઉદીન અબ્દુલકરીમ શેખ(રહે,અમીન રો હાઉસ, સરખેજ,અમદાવાદ),(૯) ભરતભાઇ નેનજીભાઇ ઠાકોર (રહે,લીંબડીવાસ,શીલજ,જી.ગાંધીનગર),(૧૦). પ્રહલાદભાઇ આત્મારામભાઇ રાવળ (૨હે,૪૧,રઘુવીર સોસાયટી, રેલ્વે પુર્વ,કલોલ),(૧૧) મુકેશભાઇ શાંતિલાલ જાની (રહે,બી/૪,ધનશ્યામ પાર્ક સોસાયટી. વિભાગ-૨,ગાયત્રી મંદીર પાસે,મહેસાણા),(૧૨) જગદીશભાઇ શંકરભાઇ વજીર (રહે.રાજુ એમ્પોરીયમની સામે, લીલી તલાવડી,કલોલ), (૧૩) સોહનસીંગ ડુંગરીંગ રાજપુત (રહે,શેઠવાસ, પાંચ હાટડી બઝાર,કલોલ),(૧૪) હિતેશકુમાર બાબુલાલ શાહ (રહે,અંબાજી માતાનો વાસ,જુના ચોરા પસે,કલોલ ),(૧૫) મહેન્દ્રભાઇ ગંગારામભાઇ પરમાર (રહે.પ્લોટ નં-૮/૫,છ ટાઇપ,સેક્ટર ૧૬, ગાંધીનગર),(૧૬) જીતેન્દ્રસિંહ દીપુજી ચાવડા (રહે,વચલોવાસ,ગામ પઢારીયા તા.જી.મહેસાણા) નો સમાવેશ થાય છે.
કલોલ પોલીસે હાઇવે પરથી બે અલગ અલગ ગાડીઓમાંથી વિદેશી દારૂ પકડ્યો
આ જુગારધામ મદનલાલ ભવનભાઈ રાજપુત અને નિમેશભાઇ મહેન્દ્રભાઈ બારોટ ચલાવી રહ્યા હોય તેવી પ્રાથમિક માહિતી મળી આવેલ છે. એલસીબીએ રેઇડ દરમિયાન મદનલાલ ભવનભાઈ રાજપુત ની અટકાયત કરી છે જ્યારે નિમેશ મહેન્દ્રભાઈ બારોટને વોન્ટેડ જાહેર કર્યા છે. આ રેઇડ દરમ્યાન ઉપરોકત ઇસમો પાસેથી એલસીબીએ કુલ રૂ.૧,૧૧,७૮૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો