પોઝિટિવ પહેલ : મગરોડા પરિચય પુસ્તિકા પ્રકાશિત કરનાર ગુજરાતનું પ્રથમ ગામ બન્યું 

પોઝિટિવ પહેલ : મગરોડા પરિચય પુસ્તિકા પ્રકાશિત કરનાર ગુજરાતનું પ્રથમ ગામ બન્યું 

Share On

 મગરોડા પરિચય પુસ્તિકા પ્રકાશિત કરનાર ગુજરાતનું પ્રથમ ગામ

સમય સતત ગતિ કરતો જાય છે,આગળ વધતો જાય છે. સમયની સાથે સાથે સંબંધો અને લોકો સાથેનું જોડાણ પણ ઘટતું જાય છે. શહેરીકરણના દોરમાં પાડોશમાં કોણ રહે છે તેની જાણ સુદ્ધાં આપણને હોતી નથી. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના મગરોડાએ ગામની પરિચય પુસ્તિકા લોન્ચ કરીને સમગ્ર ગુજરાતને એક નવી રાહ ચીંધી છે. પરિચય પુસ્તિકામાં ગામના તમામ કુટુંબોની માહિતી સમાવી લેવામાં આવી છે.

ગ્રામજનો એકબીજાને ઓળખે,પરિચય થાય, એકબીજાની નોકરી-વેપાર ધંધાની માહિતી મળી રહે તેમજ ગામની તમામ માહિતી મળી રહે તે માટે આ પરિચય પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. પરિચય પુસ્તિકામાં મગરોડાના અથથી લઈને ઇતિ સુધી ની વિગતો વણી લેવામાં આવી છે. ગામની સુશિક્ષિત અને વતન પ્રત્યે કઈંક કરી છૂટવાની ભાવના ધરાવતી પ્રજાને સલામ છે. પરિચય પુસ્તિકાથી સૌ ગ્રામજનો એકબીજાને ઓળખે તે ઉદ્દેશ સાર્થક થાય તેવી સૌને આશા અને વિશ્વાસ છે.

 

હાલની મોજણી પ્રમાણે કુલ વસ્તી 4235 છે તેમજ 854 ઘર આવેલ છે. મગરોડાની સાક્ષરતા 89.28 ટકા છે જેમાં પુરુષ સાક્ષરતાનો દર 95.82 ટકા અને મહિલા સાક્ષરતાનો દર 82.42 ટકા છે. ગામમાં તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં જીવન ભારતી વિદ્યાલય,પોસ્ટ ઓફિસ,પશુ દવાખાનું,પ્રાથમિક શાળા,ક્રેડિટ અને કન્ઝ્યુમર્સ સોસાયટી,મગરોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી,મગરોડા જુથ તેલીબિયાં ઉત્પાદક સહકારી મંડળી,સાર્વજનિક પુસ્તકાલય,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,બેન્ક,ગ્રામ વિકાસ મંડળ,મંગલેશ્વર મહાદેવ ટ્રસ્ટ,પિયત સહકારી મંડળી,દિનદયાળ ગ્રાહક ભંડાર જેવી સંસ્થાઓ કાર્યરત છે.

માનવતાની મિશાલ : કલોલ પોલીસે બિનવારસી બાળકનું માતા પિતા સાથે મિલન કરાવ્યું 

A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

ગુજરાત સમાચાર