કલોલ ભારતમાતા ટાઉનહોલમાં મહિલા શિબિરનું આયોજન કરાયું

કલોલ ભારતમાતા ટાઉનહોલમાં મહિલા શિબિરનું આયોજન કરાયું

Share On

 મહિલા શિબિરનું આયોજન કરાયું

કલોલના ભારતમાતા ટાઉનહોલમાં ,મહિલા શિબિરનું આયોજન કરાયું હતું. મહિલા શિબિરમાં કલોલ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે હાજરી આપી હતી. ધારાસભ્યે સમાજ અને રાજ્યના વિકાસ માટે મહિલાઓની સમાન ભાગીદારીની જરૂરીયાત, કન્યા કેળવણી અને મહિલાઓના વિકાસ માટે સમાન તકો અંગે સંબોધન કર્યું.

કલોલ તાલુકા પંચાયત અને આઈ.સી.ડી.એસ. શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત મહિલા શિબિરમાં માણસાના ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ, કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ધુળાજી ઠાકોર, ચેરમેન શ્રીમતી તારાબેન ઠાકોર, ઉપ પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ વધેલા, માજી ઉપ પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ કલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રાધુજી ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

 

 

કલોલ-કડીને પ્રદુષણમાંથી મુક્તિ અપાવવા બળદેવજી ઠાકોરની રજૂઆત 

કલોલ સમાચાર