છત્રાલની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ 

છત્રાલની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ 

Share On

છત્રાલની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ

કલોલના છત્રાલમાં આવેલ જીઆઇડીસી માં આગ લાગી હતી. છત્રાલ જીઆઇડીસીના એક શેડમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

આગની ઘટનાને પગલે ફાયર બ્રિગ્રેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ નો સ્ટાફ ગાડીઓ સાથે દોડી આવ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફેક્ટરીમાં આગ લાગવાને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો હતો.આ દરમિયાન લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. આગ લાગતા જીઆઈડીસીમાં દોડધામ મચી જવા પામી હતી.

કલોલ સમાચાર