કલોલમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નો જન્મદિવસ ઉજવવામાં આવ્યો

કલોલમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નો જન્મદિવસ ઉજવવામાં આવ્યો

Share On

આ પ્રસંગે કલોલ ના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર (બકાજી) એ હાજરી આપી……

ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા હાર્દિકા ફાઉન્ડેશનના સહયોગથી તેરસાપરા ખાતે આવેલ વાસુદેવ આશ્રમ શાળાના બાળકો સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં કલોલના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી નો આજરોજ જન્મદિવસ હોવાથી સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કલોલના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા હાર્દિકા ફાઉન્ડેશનના સહયોગથી તેરસાપરા પાસે આવેલ વાસુદેવ આશ્રમશાળા ના બાળકો સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આશ્રમ ના બાળકો સાથે કેક કાપી, ફ્રુટ બિસ્કીટનું વિતરણ કરીને જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.

જન્મદિન ની ઉજવણી દરમિયાન કલોલ ના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર (બકાજી) ,નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ , જિલ્લા ભાજપ મંત્રી ભરતભાઈ સોલંકી ,યુવા બોર્ડ સંયોજક રાજન જાદવ,પંકજસિંહ રાજપૂત ,હર્ષ પટેલ અને મહેશ રાવળ, તેમજ હાર્દિકા ફાઉન્ડેશન ના સિરિષભાઈ પટેલ, અજયસિંહ રાઠોડ અને ઉપેન્દ્ર ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા

 

કલોલ સમાચાર