વાંચો,કયા મંત્રીએ કલોલમાં કોરોના ટેસ્ટિંગ વધારવાનો આદેશ આપ્યો ?

વાંચો,કયા મંત્રીએ કલોલમાં કોરોના ટેસ્ટિંગ વધારવાનો આદેશ આપ્યો ?

Share On

 

કલોલમાં કોરોના ટેસ્ટિંગ વધારવાનો આદેશ

કલોલમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી કલોલ શહેર અને તાલુકામાં ડબલ ડિજિટમાં કોરોનાના કેસો આવી રહ્યા છે. જોકે કલોલમાં કોરોના વાયરસ ટેસ્ટ કરવા માટે જરૂરી સુવિધાઓ નથી તેમજ ટેસ્ટિંગ પણ ઓછું થઇ રહ્યું છે. જેને  પરિણામે ગુજરાત સરકારના એક મંત્રીએ કલોલમાં કોરોના ટેસ્ટિંગ વધારવા આદેશ આપ્યો છે.

કલોલમાં છેલ્લા બે ત્રણ દિવસથી 11 અને 17 જેટલા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. અહીં સિવિલ કે અન્ય સ્થળોએ સરકારી ટેસ્ટિંગની સુવિધા નહોતી. જેને કારણે પ્રભારી મંત્રી હર્ષ સંઘવી નારાજ થયા છે. કલોલમાં કોરોનાના  સૌથી વધુ કેસ છતાં ટેસ્ટિંગના આંકડા જોતા તેઓ ભડક્યા હતા અને કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારીને કલોલમાં ટેસ્ટિંગ વધારવા આદેશ આપ્યા છે. જેને લઈને હવે કલોલ,માં ટેસ્ટિંગ વધારવા તેમજ ડોમ બનાવવા માટે આદેશ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે.

 

બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં કોરોનાના 195 કેસ નોંધાતા લોકોમાં ડરનો માહોલ વ્યાપ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6097 જેટલા કોરોના કેસ સામે આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 1.61 લાખ કેસ આવ્યા છે તો  24 કલાકમાં 55 હજારથી વધુ કોરોના મુક્ત થયા છે તેમજ દેશમાં એક્ટિવ કેસ 8.30 લાખથી પણ વધુ હોવાનું જણાયું છે.

 

કલોલવાસીઓએ રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગથી ચેતવું,વાંચો બચવાની ટિપ્સ

 

કલોલ સમાચાર