કલોલના નારદીપુરમાં પ્રૌઢની હત્યાથી ચકચાર,પોલીસ ફરિયાદ નોંધાઇ
કલોલ નાલદીપુર ગામમાં એક વૃદ્ધની હત્યા થઈ હોવાની વિગત સામે આવી છે. નારદીપુર ગામના શખ્સો દ્વારા મૃતક જવાનજીના દીકરા અરવિંદજી સાથે થયેલ માથાકૂટની અદાવતમાં હત્યા થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત અનુસાર જવાનજીનો દીકરો પોતાની બહેનના ઘરે ગયો હતો ત્યારે નારદીપુર ગામમાં જ રહેતો દશરથજી ત્યાં પેશાબ કરતો હતો જેથી તેણે પેશાબ કરવાની ના પાડી હતી. જેથી દશરથજીએ તેને જોઈ લેવાની ધમકી આપી હતી. બીજા દિવસે રાત્રે અરવિંદજી પોતાના ઘરે હતો ત્યારે જવાનજી બહાર બેઠા હતા.આ દરમિયાન દશરથજી ઠાકોર પોતાના ત્રણ ચાર સાગરીતોને લઈને આવ્યો હતો અને વૃદ્ધના દીકરાને મારવાની ધમકી આપી હતી.
આરોપીઓએ પ્રૌઢ ઉપર હુમલો કર્યો હતો જેથી તેમની પત્નીએ તેના બે દીકરાને ઘરમાં પૂરી દીધા હતા. આ બાદ હો હા થઈ જતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા તેમજ વૃદ્ધને દવાખાને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી દવાખાને લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.