જાયન્ટ ગ્રુપ ઓફ કલોલ મેન દ્વારા કલોલ શહેરમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે દેહદાનનો સંકલ્પ કરનારનું સન્માન કરાયું

જાયન્ટ ગ્રુપ ઓફ કલોલ મેન દ્વારા કલોલ શહેરમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે દેહદાનનો સંકલ્પ કરનારનું સન્માન કરાયું

Share On

મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે માટે નારાયણભાઈ પંચાલે અંગદાન કરવાનો સંકલ્પ કર્યો…….

ગાંધીનગર જિલ્લાના તાલુકા મથક કલોલ શહેરમાં સમસ્ત સેવા સંઘ ગુજરાત અમદાવાદના પ્રમુખ અને જય નારાયણ અન્નક્ષેત્ર કલોલ તેમજ જનસેવા તાલીમ કેન્દ્ર કલોલ સંચાલિત ઘરવિહોણા લોકોના આશ્રય સ્થાન(રેનબસેરા)
ના સંચાલક શ્રી નારાયણભાઈ પંચાલે પોતાના મૃત્યુ બાદ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે પોતાના દેહદાનનો સંકલ્પ કર્યો ત્યારે તેમની ઈચ્છા ને સ્વીકારીને જાયન્ટ ગ્રુપ ઓફ કલોલ મેઈન તથા યંગ જાયન્ટ દ્વારા તેમનું સાલ ઓઢાડીને સન્માન પત્ર આપી તારીખ 3 -12 -2022 ના રોજ કલોલમાં ઘરવિહોણા લોકોના આશ્રય સ્થાન અને જય નારાયણ અન્નક્ષેત્ર ખાતે તેમનું અતિ ભાવ પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દેહદાન કરનાર નારાયણભાઈ પંચાલ ચરાડા વાળા એ પોતાના પરિવારના પુત્ર – કલ્પેશ પંચાલ, પુત્રી – દીના પંચાલ સહિત ઉપસ્થિત રાખી તેમને જણાવ્યું કે મારા મૃત્યુ પછી મારી હાજરી નહીં હોય પણ તમે મારી અંતિમ ઈચ્છા ને પરિપૂર્ણ કરવા વિનંતી કરું છું ત્યારે પરિવારે સંમતિ સભર ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ સન્માન સંભારંભમાં જાયન્ટ ગ્રુપ ઓફ કલોલ મેઈન ના જિલ્લા કો ઓર્ડીનેટર – ભરતભાઈ પટેલ, અંગદાન ઓફિસર – અશ્વિનભાઈ પટેલ , ગ્રુપ પ્રમુખ – મુકેશભાઈ પરમાર , ભાવિકભાઈ પટેલ , શરદભાઈ આચાર્ય, મનીષભાઈ ગાંધી ,અંકિતભાઈ વાળંદ , આનંદભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા

 

કલોલ સમાચાર