નરેન્દ્ર મોદી ગુજરાત આવીને કયું મોટું મિશન પાર પાડશે, એક તીરે બે નિશાન ?

નરેન્દ્ર મોદી ગુજરાત આવીને કયું મોટું મિશન પાર પાડશે, એક તીરે બે નિશાન ?

Share On

નરેન્દ્ર મોદી ગુજરાત આવીને કયું મોટું મિશન પાર પાડશે

 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ગુજરાત આવી રહ્યા છે. જેને લઈને કઈંક મોટું મિશન પાર પાડવાની ગણતરી હોઈ શકે છે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. આ અગાઉ ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાના કારેલીબાગમાં આયોજિત યુવા શિબિરમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આપણા સંતો અને આપણા શાસ્ત્રોએ આપણને શીખવ્યું છે કે કોઈપણ સમાજનું નિર્માણ સમાજની દરેક પેઢીમાં સતત ચારિત્ર્ય નિર્માણથી થાય છે. તેની સભ્યતા, પરંપરા, તેનું વર્તન અને વર્તન એક રીતે આપણા સાંસ્કૃતિક વારસાના વિકાસને કારણે છે.

 

રાજકોટમાં તેઓ પાટીદારોને સંબોધિત કરવાના છે. જેમાં બે લાખથી વધુ પાટીદારો હાજર રહેવાની શક્યતા છે. નરેન્દ્ર મોદી ગુજરાત આવીને પાટીદાર વોટબેન્ક અંકે કરવા મોટું મિશન પૂર્ણ કરશે. તાજેતરમાં જ  હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી દીધી છે તો  બીજી તરફ નરેશ પટેલ રાજકારણમાં આવવા ઉતાવળા થયા છે. આ બંને નેતાઓનો પાટીદાર સમાજ પર સારો પ્રભાવ છે. જો આ બે ભાજપમાં જોડાય તો આગામી ચૂંટણીમાં ફાયદો થઇ શકે છે તેમ પીએમ મોદીની ગણતરી હોઈ શકે છે.

સૂત્રોની માહિતી અનુસાર રાજકોટ ખાતે પાટીદાર સંમેલનમાં હાર્દિક પટેલ અને નરેશ પટેલ ભાજપના જોડાઈ શકે છે. આ ખાસ હેતુથી જ રાજકોટમાં પાટીદાર સંમેલન યોજવાની તૈયારીઓ થઇ રહી છે. જોકે હજુ સુધી હાર્દિક કે નરેશ પટેલ પોતે કયા પક્ષમાં જશે તેનો કોઈ ફોડ પાડ્યો નથી.

જીજ્ઞેશ મેવાણી અડગ અને નીડર રહેતા લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો,હાર્દિક-અલ્પેશના વળતા પાણી

ચૂંટણીને લઈને અનેક રસપ્રદ લેખ અહીં મુકવામાં આવશે, વાંચવા માટે અહીં ક્લિક કરી અમારી એપ ડાઉનલોડ કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 
 

ગુજરાત સમાચાર