કલોલમાં નાયક ડાંગરુચીયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ પાટોત્સવ યોજાયો
કલોલ કલ્યાણપુરા વિસ્તાર ખાતે આવેલી મેલડી માતા તેમ જ મહાકાલી માતાના મંદિર ખાતે 13 મો નવચંડી યજ્ઞ પાટોત્સવ યોજાયો.ગાંધીનગરના કલોલ ખાતે કલ્યાણપુરા વિસ્તારમાં આવેલી મેલડી માતા તેમજ મહાકાલી માતાના મંદિર ખાતે નાયક ડાંગરુચીયા પરિવાર દ્વારા 13 મો નવચંડી યજ્ઞ પાટોત્સવ યોજાયો હતો.
નવચંડી યજ્ઞ પાટોત્સવ ખાતે ધજા આરોહણ, તેમજ માતાજીના અંકુટ નું ભારે આકર્ષણ રહ્યું હતું.અને કલોલ ના ધારાસભ્ય લક્ષ્મણજી પૂજાજી ઠાકોર ઉર્ફે બકાજી તેમજ કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન ને વિશેષ હાજરી આપી મેલડી માતા તેમજ મહાકાળી માતાના દર્શન કર્યા હતા તેમજ આ પાટોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શન કરી માતાજીના પ્રસાદ રૂપે ભોજન નો લાભ લીધો હતો.