કલોલ સમાચારના ઇન્વેસ્ટિગેશનમાં નવો ધડાકો, શિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને PF વિભાગે ફટકાર્યો દંડ

કલોલ સમાચારના ઇન્વેસ્ટિગેશનમાં નવો ધડાકો, શિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને PF વિભાગે ફટકાર્યો દંડ

Share On
શિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને PF વિભાગે ફટકાર્યો દંડ
Story By Prashant Leuva 
‘કલોલ સમાચાર’ ના ઇન્વેસ્ટિગેશનમાં મહેસાણાની એજન્સી ‘શિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ ની ઘોર બેદરકારી બહાર આવી છે. ૧૦,૬૪૭ લાઈટોના મેન્ટેનન્સ માટે દર મહિને ₹ ૫.૪૨ લાખનું ફિક્સ પેમેન્ટ લેતી આ એજન્સી પાસે પૂરતો સ્ટાફ જ નથી. પ્રાપ્ત થયેલા PF રેકોર્ડ મુજબ, જાન્યુઆરી-2025 માં માત્ર 4 અને ફેબ્રુઆરીમાં તો માત્ર 2 જ કર્મચારીઓનું PF ભરાયું છે. માર્ચથી જુલાઈ દરમિયાન પણ આ આંકડો માત્ર 7 કર્મચારીઓ સુધી જ સીમિત રહ્યો છે. 10 હજારથી વધુ લાઈટો અને વિશાળ કલોલ શહેરનું કામ શું માત્ર ગણતરીના માણસો કરી શકે તેવો સવાલ ઉપસ્થિત થયો છે…

હવે  કર્મચારીઓના PF ના રૂપિયા સરકારમાં જમા કરાવવા બાબતે એજન્સી કેવા ધાંધિયા કરે છે તેની પણ વાત કરી લઈએ. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ શિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

 EPFO ના સત્તાવાર રેકોર્ડ મુજબ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના નાણાં નિયત સમયમાં જમા ન કરાવવા બદલ PF વિભાગે એજન્સી સામે 7Q અને 14B હેઠળ દંડની વસૂલાત પણ કરી છે.શ્રમિકોના હિત સાથે રમત કરનાર એજન્સી સામે વિભાગે લાલ આંખ કરી છે ત્યારે સરકારી નિયમોનું ઉલ્લંઘન કરનારી અને પૂરતો સ્ટાફ ન રાખનારી શિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે પાલિકા લેવલે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે મહત્વનો સવાલ છે.

કલોલ સમાચાર