મહેનત રંગ લાવી : કલોલ પૂર્વના વોર્ડ નંબર 5 માં નવા રોડ રસ્તા બંધાશે 

મહેનત રંગ લાવી : કલોલ પૂર્વના વોર્ડ નંબર 5 માં નવા રોડ રસ્તા બંધાશે 

Share On

કલોલ પૂર્વના વોર્ડ નંબર 5 માં નવા રોડ રસ્તા બંધાશે

કલોલ પૂર્વમાં સ્થાનિક નેતાગીરીની મહેનત રંગ લાવી છે. વોર્ડ નંબર પાંચના કાઉન્સિલરો દ્વારા તૂટી ગયેલ રોડ રસ્તા બાંધવા માટેની દરખાસ્ત નગરપાલિકાની સામાન્ય સભામાં મુકવામાં આવી હતી જેને મંજૂરી આપી દેવાઈ છે. જેને કારણે હવે લોકોને રોડ રસ્તાની હાલાકી નહીં પડે.

કલોલના વોર્ડ નંબર પાંચમાં કોલેરા ફાટી નીકળ્યો હતો જેને કારણે નવી પાઇપ લાઈન નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરી દરમિયાન વોર્ડ નંબર પાંચના મોટાભાગના રોડ તૂટી ગયા હતા. જેથી પ્રદેશ ભાજપના નેતા નિલેશ આચાર્ય, વોર્ડ નંબર પાંચના કાઉન્સિલરો તિમિરભાઈ જયસ્વાલ,નીખિલભાઈ બારોટ,ભાવનાબેન આચાર્ય અને જલ્પાબેન વ્યાસ દ્વારા આ રોડ રસ્તાના કામ માટે નગરપાલિકામાં દરખાસ્ત મુકવામાં આવી હતી, જેને સામાન્ય સભામાં મંજુર રાખતા ટૂંક સમયમાં નવા રોડ રસ્તા બનાવવાનું કામ શરુ થશે.

પૂર્વ વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યા બાદ પાણી અને ગટરની પાઇપ લાઈન બદલદવા માટે નિર્ણય લેવાયો હતો જેની કામગીરી દરમિયાન મોટાભાગના રોડ તૂટી ગયા હતા. આ રોડ બનાવવાની જવાબદારી જીયુડીસીની હોવા છતાં ચોમાસામાં લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી વોર્ડ નંબર પાંચના નગરસેવકોએ તાત્કાલિક રોડ બનાવવા નગરપાલિકાને અનુરોધ કર્યો હતો જેના ફળસ્વરૂપ અંડરબ્રિજથી અંકુરના મેદાન તેમજ રાધેકૃષ્ણ મંદિરથી ઓએનજીસી રોડ સુધી નવીન રોડ બનાવવામાં આવશે. આ રોડ બનતા જ અહીંથી અવર જવર કરતા લોકો તેમજ વાહન ચાલકોને પડી રહેલ હાલાકીનો અંત આવેશે.

કલોલના પંચવટીમાં શિયાળનું ઘાયલ બચ્ચું દેખાતા અચરજ

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

કલોલ સમાચાર