આગની હોનારત પણ ન બની સબક પાઠ ,કલોલમાં ઓટો હાઉસ દ્વારા ગેરકાયદેસર સંગ્રહિત ₹11 લાખનું ઓઇલ જપ્ત 

આગની હોનારત પણ ન બની સબક પાઠ ,કલોલમાં ઓટો હાઉસ દ્વારા ગેરકાયદેસર સંગ્રહિત ₹11 લાખનું ઓઇલ જપ્ત 

Share On

આગની હોનારત પણ ન બની સબક પાઠ ,કલોલમાં ઓટો હાઉસ દ્વારા ગેરકાયદેસર સંગ્રહિત ₹11 લાખનું ઓઇલ જપ્ત

 

કલોલના ઓટો હાઉસ પ્રાઇવેટ લિમિટેડમાં લાગેલી ભીષણ આગ બાદ હવે એક મોટો ખુલાસો થયો છે. કલોલ હાઇવે પર આવેલ રહેણાંક વિસ્તારના મકાનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવેલ અંદાજે 11 લાખ રૂપિયાની કિંમતનો ઓઈલનો જથ્થો મામલતદાર કચેરી દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ઓટો હાઉસ પ્રાઇવેટ લિમિટેડમાં લાગેલી આગની ઘટના બાદ આ જથ્થો સુરક્ષાના નિયમોને નેવે મૂકીને ત્યાં રાખવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગીચ વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે જ્વલનશીલ પદાર્થોનો જથ્થો રાખવો એ કાયદેસર રીતે ગંભીર ગુનો હોવાની સાથે સ્થાનિકોની સુરક્ષા માટે પણ મોટું જોખમ હતું.

આ બાબતની જાણકારી મળતા જ કલોલ મામલતદાર કચેરીની ટીમ દ્વારા તાત્કાલિક દરોડો પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ જથ્થો રાખવા માટેની કોઈ પણ પ્રકારની કાયદેસરની મંજૂરી કે સુરક્ષાના સાધનો મળી આવ્યા ન હતા. પરિણામે, તંત્ર દ્વારા ₹11 લાખની કિંમતના આ ઓઈલના જથ્થાને ઘટનાસ્થળે જ સીઝ કરી દેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા જપ્ત કરાયેલા આ તમામ મુદ્દામાલને હાલમાં સરદાર બાગની સામે આવેલા સરકારી ગોડાઉનમાં ખસેડવામાં આવ્યો છે.

 

 

 

 

 

કલોલ સમાચાર