શેરડી કોલા, બરફ ગોળા, પકોડીની લારીઓ બંધ રાખવા આદેશ
નગરપાલિકા ના પ્રમુખ ઉર્વશી પટેલ અને ચીફ ઓફિસર નીતિન બોડાત ની સૂચનાથી કલોલ નગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસર રાજેશ આર.વાઘેલા દ્વારા રેલ્વે પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટીના બનેલ કેસોને ઘ્યાને લઈ શેરડીકોલા, બરફ ગોળા, પકોડી વગેરેના ધંધાર્થીઓને આરોગ્ય જોખમાય નહિ તે ધ્યાને લઇ અગાઉ ધંધા બંધ રાખવા મૌખિક સૂચના આપવામાં આવી હતી.
આમ છતાં ધંધા ચાલુ મળી આવતા ધંધાર્થીઓ ને ત્યાં દરોડા કરી અખાદ્ય પદાર્થ નો નાશ કરાવી વહીવટી ચાર્જ રૂ.2500/વસુલ કરી કચેરીની સૂચના ન મળે ત્યાં સુધી ધંધા બંધ રાખવા લેખિત સૂચના આપવામાં આવેલ. સૂચના નો અમલ નહિ કરનાર સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજેશ વાઘેલાએ જણાવ્યું હતું.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
રોગચાળો : અચાનક દોડી આવેલ કલેકટરે ડોકટરો-અધિકારીઓને કેમ ખખડાવ્યા, વાંચો
1 thought on “ભારે પડ્યું : પાલિકાએ આ રીતે કર્યો પકોડીની લારીઓ પર રહેલા રગડાનો નાશ”