સરકાર એક તરફ તૂટેલા રોડને સરખા કરવાની મોટી મોટી વાતો કરે છે ત્યારે કલોલમાં આવેલ પાનસરથી ઝુલાસણ તરફ જવાનો રોડ સાવ તૂટી ગયો છે તેનું નિરાકરણ લાવવાના કોઈ પ્રયત્ન કરવામાં આવી નથી રહ્યો. આ રોડ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની હદ વચ્ચે આવેલ છે જેને કારણે બંને તરફથી અટવાયો છે. પાનસર અને ઝુલાસણ મોટા ગામ હોવાથી અહીંથી મોટી સંખ્યામાં વાહનચાલકો પસાર થાય છે.

આ સંજોગોમાં ખાડા ટેકરા વાળો તૂટેલ રોડ હોવાથી અકસ્માત તેમજ વાહનને પંચર પાડવાનો ખતરો ઉભો થાય છે. આ રોડથી આગળ વડુ,ડાંગરવા તેમજ અન્ય ગામોમાં જઈ શકાય છે. તંત્ર ક્યારે જાગે અને માર્ગને રીપેર કરે તેવી લોકો રાહ જોઈ રહ્યા છે.
તમારી આસપાસ રોડ તૂટેલા હોય તો અમારા ફેસબુક પેજમાં ફોટા અને સરનામા સાથે મેસેજ કરો
2 thoughts on “પાનસર-ઝુલાસણ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોમાં રોષ”