કલોલ શહેર અને તાલુકા પોલીસ સ્ટેશનના જવાનોની બદલી કરી દેવાઈ
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા દ્વારા કલોલ તાલુકા શહેર અને સાંતેજ પોલીસ મથકોના પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર શહેર અને જિલ્લાના તમામ પોલીસ મથકોના સ્ટાફને પણ એક સાથે બદલી નાખવામાં આવ્યો છે. આ અગાઉ જિલ્લા પોલીસવાળાએ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી પણ કરી હતી.
કલોલ તાલુકાના 19, કલોલ શહેર પોલીસ મથકના 27 અને સાંતેજ પોલીસ સ્ટેશનના 32 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ હેડ ક્વાર્ટરના 11 તથા સેક્ટર સાત પોલીસ સ્ટેશનના 23 અને સેક્ટર 21 પોલીસ સ્ટેશનના 23 કર્મચારીઓને પણ બદલી કરવામાં આવી છે. નોંધનીય છે કે હજુ નવા પોલીસ ઇન્સ્પેક્ટરોએ પોલીસ મથકોનો ચાર્જ સંભાળ્યો નથી ત્યારે જ મોટાભાગના પોલીસ સ્ટેશનમાં સમગ્ર સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે. આ બદલીઓમાં પોલીસ કોન્સ્ટેબલથી માંડીને હેડ કોન્સ્ટેબલ એએસઆઈ સુધીના પોલીસ જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કલોલ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરે પત્રકાર પર હુમલો કર્યો,પોલીસ ફરિયાદ નોંધાઈ