ફફડાટ : કલોલમાં રોડ પર માલસામાન મુકનાર વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ 

ફફડાટ : કલોલમાં રોડ પર માલસામાન મુકનાર વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ 

Share On

ફફડાટ : કલોલમાં રોડ પર માલસામાન મુકનાર વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ


કલોલમાં ટ્રાફિક સમસ્યા વકરી છે ત્યરે રોડ પર વેપાર કરનારા વેપારી વિરુદ્ધ ફરિયાદો નોંધાવવાની શરૂઆત થઇ ગઈ છે. કલોલ પોલીસે સ્ટેશન રોડ પર માલસામાન મુકનાર ઈલેક્ટ્રોનિકના વેપારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલમાં માર્ગો પર આડેધડ લોકો વાહન પાર્ક કરી રહ્યા છે.ઘણા લોકો રોડ વચ્ચે જ વાહન મૂકી ખરીદી કરવા જતાં રહે છે જેને કારણે અવ્યવસ્થા સર્જાય છે. માર્ગ વચ્ચે જ વાહન પાર્ક કર્યા બાદ પાછળ મસમોટી લાઈન લાગે છે અને ટ્રાફિક જામ સર્જાતો હોય છે. જેને કારણે સફાળી જાગેલ પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સાચવવા માટે ઉતરવું પડ્યું છે.

જાણવા જેવું : કલોલ રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે ? 

હાલ પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી રહી છે.કલોલમાં જાહેરમાર્ગો પર માલસામાન મુક્ત વેપારીઓને કારણે ટ્રાફિકજામ થઇ રહ્યો છે. જેને કારણે અન્ય લોકો હેરાન થઇ રહ્યા છે. આ સંજોગોમાં પોલીસ દ્વારા આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

For More News Click On : https://kalolsamachar.online/

કલોલ સમાચાર