કારચાલક વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો
હાઇવે પર પુરપાટ અને બેદરકારીપૂર્ણ વાહન ચલાવવું ભારે પડી શકે છે. ગયા રવિવારે કલોલ ખાતે અમદાવાદ મહેસાણા હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. પોલીસે હવે તેની નોંધ લઈને ફરિયાદ દાખલ કરી છે. પોલીસે હવે મહેન્દ્રભાઈ જુહાજી ઠાકોરની ફરિયાદને આધારે અજાણ્યા કારચાલક વિરુદ્ધ નોંધી દીધો છે.
પાટણથી અમદાવાદ તરફ જઈ રહેલ કારનું ટાયર ફાટ્યું હતું. આ બાદ કાર ડિવાઈડર કુદાવીને સામેની તરફથી આવી રહેલ બે કારણે અથડાઈ હતી જેથી ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોકે સમયસર કારની એરબેગ ખુલી જતા મોટી જાનહાની ના થતા ફક્ત એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
કલોલ હાઇવે પર અજાણ્યા કાર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને તેમની ગાડીને ટક્કર મારી હતી. જેને કારણે મહેન્દ્રભાઈ ઘાયલ થયા હતા. હવે તેમનું ઓપરેશન થઇ ગયા બાદ તેઓએ પોલીસ ચોપડે બેફામ ગાડી ચલાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
કલોલ વર્કશોપ હાઇવે પર કારનું ટાયર ફાટતા ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો