કલોલમાં ગેરકાયદે ચાલતી ફેક્ટરી ઝડપી પાડતી પોલીસ
કલોલમાં ઘણી ફેકટરીઓ ગેરકાયદે ચાલી રહી છે. આ ફેકટરીઓ પ્રદુષણ ફેલાવી રહી હોવાથી બંધ કરવી જરૂરી થઇ પડી છે. કલોલની આઈ આર સી કોલેજની પાછળ ના ભાગમાં આવેલી ખુલ્લી જગ્યામાં શેડ બનાવી ને કેટલાક ઇસમો ફેક્ટરી ચલાવી રહ્યા હતા. તેમજ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીને ખેતરની જમીનમાં છોડી રહ્યા હતા.
આ વિશે ની ગુપ્ત માહિતી એ.એસ.આઇ રાજેન્દ્ર પ્રસાદને મળતા તુરંત જ ગેરકાયદેસર ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પર તપાસ કરતા ત્રણ ખાડામાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી તેમજ એસિડયુક્ત કેરબો મળી આવ્યો હતો. આ ફેક્ટરી દ્વારા છોડવામાં આવી રહેલું પ્રદૂષિત પાણી એ જમીનની ફળદ્રુપતા ને પણ ઘટાડી દે તેમજ પર્યાવરણ માટે અત્યંત જોખમી હોવાને કારણે પોલીસે ગેરકાયદેસર ફેકટરી ચલાવતા મીત અરવિંદભાઈ પટેલ અને મિહિર હરેશભાઇ પટેલ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કલોલ નગરપાલિકામાં વિરોધનો વંટોળ : વધુ બે ચેરમેનોના રાજીનામાં પડ્યા
લોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો