કલોલનાં બોરીસણા રોડ-સરદાર ચોક પાસે મસમોટા ખાડા પડતા હાલાકી

કલોલનાં બોરીસણા રોડ-સરદાર ચોક પાસે મસમોટા ખાડા પડતા હાલાકી

Share On

કલોલનાં બોરીસણા રોડ-સરદાર ચોક પાસે મસમોટા ખાડા પડતા હાલાકી

BY પ્રશાંત લેઉવા

કલોલમાં આવેલા બોરીસણાં રોડ ખાતે સરદાર ચોક આસપાસ મોટા ખાડા પડી જતા વાહનચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બોરીસના રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ આગળ ખાડા પડી ગયા છે. ચોમાસામાં તેમાં પાણી ભરાઈ જતું હોય છે. આ ખાડાઓમાં અનેક વખત વાહનો ખાબકતા હોય છે જેને કારણે વાહનોનું આયુષ્ય ઘટી રહ્યું છે. આ ખાડાઓમાં ખાબકવાને કારણે ઘણી વખત અકસ્માત પણ સર્જાતા હોય છે.

 

આસપાસના વેપારીઓ તેમજ સ્થાનિક લોકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી છે તેમજ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને તેને વાયરલ કરે છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં ભરવામાં આવતા નથી. પેટ્રોલ પંપ આગળ તાજેતરમાં જ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાંચ પાંચ ફૂટના ગાબડાઓને કારણે હજારો વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે.

 

 આ માર્ગે થઈને ખાત્રજ,સાંતેજ અને રકનપુર જીઆઇડીસીમાં નોકરી કરતા હજારો લોકો પસાર થતા હોય છે તેમજ મોટી સંખ્યામાં ભારે વાહનો પણ પસાર થાય છે. આ તમામ લોકોને જબરદસ્ત હાલાકી પડી રહી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલી રહ્યું નથી જેને પગલે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકોએ માંગણી કરી છે.

કલોલ સમાચાર