ચેતજો : કલોલમાં દબાણ હટાવ અભિયાન શરુ,35 વર્ષ જુના દબાણો તોડી નંખાયા 

ચેતજો : કલોલમાં દબાણ હટાવ અભિયાન શરુ,35 વર્ષ જુના દબાણો તોડી નંખાયા 

Share On

દબાણ હટાવ અભિયાન શરુ

કલોલ શહેરમાં દબાણ નો પ્રશ્ન ઘણો મોટો છે. સરકારી જમીન પર ઘણા લોકો દબાણ કરી દેતા હોય છે જેને કારણે વિકાસના કામો અવરોધાય છે. કલોલમાં આજે નગરપાલિકાની ટિમ દ્વારા દબાણ હટાવ  કામગીરી હાથ ધરાઈ હતી.

શહેરના વોર્ડ 10માં વર્ષો જૂનો પીવાના પાણીનો પ્રશ્ન દૂર કરવા માટે પાલિકા દ્વારા 35 વર્ષ જૂના દબાણનો સફાયો કરી પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો હતો. તેમાં ભંગારનું એક મોટું ગોડાઉન તેમજ અન્ય ત્રણ દબાણનો સમાવેશ થાય છે.

કલોલ સમાચારની નવી એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો : https://play.google.com/store/apps/details?id=mobi.androapp.gujjuinfo.c8839

શહેરમાં વિકાસનાં કામ હાથ ધરવા માટે પાલિકા દ્વારા દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવાયુ હતું. ખુલ્લા કરવામાં આવેલા પ્લોટમાં ઓવર હેડ ટાંકી અને અંડર ગ્રાઉન્ડ સમ્પ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. આ સંજોગોમાં હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવ અભિયાન શરુ થાય તો નવાઈ નહીં.

અમિત શાહે નારદીપુર ગામ સાથે જોડાયેલ જૂની યાદો તાજી કરી

કલોલ સમાચાર