મહામાનવ, વિશ્વરત્ન, ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જી ની ના ૬૫ માં પરિનિર્વાણ દિન નિમિત્તે, ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જી ને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે બહુજન ક્રાંતિ મોરચા કલોલ તાલુકા સંયોજક સમિતિ દ્વારા કાર્યક્રમ આયોજિત કરવા માં આવ્યો છે.
જે તારીખ ૬ ડિસેમ્બર ૨૦૨૧, સોમવાર ના રોજ સાંજે ૮:૩૦ કલાકે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં કલોલ તાલુકાના તમામ નાના મોટા સામાજિક સંગઠનો સાથે મળીને પરિનિર્વાણ અભિવાદન કરશે. બહુજન ક્રાંતિ મોરચા ના કલોલ તાલુકા સંયોજક માનનીય હસમુખભાઈ જે વણિક (રાજન ટેલર્સ) દ્વારા કલોલના નાગરિકો ને હાજરી આપવા અપીલ કરવામાં આવી છે.