ગાંધીનગર સચિવાલય સ્થિત રેલ્વે રિઝર્વેશન સેન્ટર છાસવારે બંધ થઈ જતા મુસાફરોને હાલાકી

ગાંધીનગર સચિવાલય સ્થિત રેલ્વે રિઝર્વેશન સેન્ટર છાસવારે બંધ થઈ જતા મુસાફરોને હાલાકી

Share On

ગાંધીનગર સચિવાલય સ્થિત રેલ્વે રિઝર્વેશન સેન્ટર છાસવારે બંધ થઈ જતા મુસાફરોને હાલાકી

BY પ્રશાંત લેઉવા

ગાંધીનગર : ગાંધીનગર સચિવાલય ખાતે આવેલું રેલવે રિઝર્વેશન સેન્ટર છેલ્લા કેટલાય સમયથી છાસવારે બંધ થઈ જાય છે જેથી મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે તંત્રમાં અનેક રજૂઆત કરવામાં આવતી હોવા છતાં કોઈપણ જાતની કામગીરી હાથ ધરવામાં આવતી નથી જેને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો છે.

 સચિવાલય ખાતે આવેલું રેલ્વે રિઝર્વેશન સેન્ટર છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે. આ રેલ્વે રિઝર્વેશન સેન્ટર સચિવાલયના કર્મચારીઓ અને અધિકારીઓ માટે રાહતરૂપ છે. આ સેન્ટર સંજોગોવશાત બંધ થઈ જતું હોય છે. છેલ્લા એક અઠવાડિયાથી બંધ જેવી સ્થિતિમાં છે. આ કારણે મુસાફરોની ટિકિટ બુક થઈ શકતી નથી અને તેમને યાત્રાથી વંચિત રહેવું પડે છે.

 

આ રેલ્વે રિઝર્વેશન સેન્ટર અગાઉ BSNL ના ઈન્ટરનેટના ધાંધિયાને કારણે પણ બંધ થઈ ગયું હતું ત્યારે આ વખતે પણ બીએસએનએલ તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે. આ સંજોગોમાં રેલવે તંત્રને bsnl દ્વારા સાથે મળીને કામગીરી કરીને સમસ્યાનો સમાધાન લાવે તેવી મુસાફરોની માંગણી છે.

 

ગુજરાત સમાચાર