કલોલમાં રેલવેની ઉઘાડી લૂંટ, ભાડું દસ રૂપિયાથી વધારી 30 રૂપિયા કરાયું પણ ટ્રેનોના ઠેકાણા નહીં

કલોલમાં રેલવેની ઉઘાડી લૂંટ, ભાડું દસ રૂપિયાથી વધારી 30 રૂપિયા કરાયું પણ ટ્રેનોના ઠેકાણા નહીં

Share On

કલોલમાં રેલવેની ઉઘાડી લૂંટ

કલોલ વસ્તીને દ્રષ્ટિએ ગાંધીનગરનો સૌથી મોટો તાલુકો છે. મોટી સંખ્યામાં અહીંથી લોકો દેશમાં અન્ય વિસ્તારમાં જતા હોય છે. તેમ છતાં લાંબા રૂટની ટ્રેનોનું અહીં સ્ટોપેજ આપવામાં આવતું નથી. વધુમાં લોકલ ટ્રેનો બંધ કરી મુસાફરોના ખિસ્સા ખાલી કરવામાં આવી રહ્યા છે. ટ્રેનોના ઠેકાણા નથી પણ ભાડું વધારી દેવાતા ફેલાયો છે.કલોલમાં રેલવેની ઉઘાડી લૂંટ થઇ રહી છે.

કલોલથી અમદાવાદ અને મહેસાણા ફક્ત 10 રૂપિયામાં પહોંચી શકાતું હતું જેને સ્થાને હવે 30 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.આ ઉપરાંત ટ્રેનની સંખ્યા ઘટાડી અમુક ગામડાઓમાં સ્ટોપેજ બંધ કરી દેવાયા છે.સને બદલે હવે 30 રૂપિયાની ઉઘાડી લૂંટે મધ્યમવર્ગ,ગરીબો તેમજ આર્થિક પછાત વર્ગની હાલાકી વધારી દીધી છે.

કલોલ પૂર્વમાં છુરી-લોખંડની પાઇપ વડે મારામારી થતા સામસામે ફરિયાદ નોંધાઇ

મહેસાણા તરફ જવા સાંજે ત્રણ ટ્રેન છે પણ સવારે ન હોવાથી મુસાફરોને ખાનગી વાહનોમાં જવું પડી રહ્યું છે તેજ રીતે અમદાવાદ તરફ જવા સવારે બે ટ્રેન છે પણ સાંજે એકપણ ટ્રેન નથી. આમ ટ્રેન ના અભાવે રોજિંદી મુસાફરી કરતા લોકો પણ  ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રેલવે સ્ટેશનને આધુનિક બનાવવામાં આવ્યું છે. અહીં ડબલ ટ્રેક લાઈન તેમજ વિધુતીકરણ પણ પૂર્ણ કરી દેવાયું છે.અમદાવાદ-મહેસાણા-પાટણ-વડનગર સુધી વધારે ટ્રેનો દોડાવાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.

 

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર