કલોલના કાર્યકર્તાનો ગુજરાત પ્રદેશની ટીમમાં પુનઃ સમાવેશ કરતા હર્ષની લાગણી
કલોલ શહેરમાં રહેતાં ભાજપના કર્મઠ અને સેવાભાવી યુવા કાર્યકર્તા નિલેશ આચાર્યને પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની ગુજરાત પ્રદેશની ટીમમાં મંત્રી તરીકે સતત બીજી વાર જવાબદારી મળી છે.
કલોલના નાગરિકોની હરહંમેશ મદદ માટે તૈયાર રહેતા અને નાગરિકોની સુખાકારીના કામકાજમાં આગળ રહેતા નિલેશભાઈને ફરીથી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવતા કાર્યકર્તાઓ અને અનુસૂચિત જાતિ સમાજના લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. તેમના સાથીદારો પુષ્પગુચ્છ સાથે શુભેચ્છા પાઠવી હતી.