ધમાસણામાં બળદેવજી ઠાકોરના હસ્તે રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ

ધમાસણામાં બળદેવજી ઠાકોરના હસ્તે રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ

Share On

ધમાસણામાં બળદેવજી ઠાકોરના હસ્તે રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ

કલોલના ધમાસણા ગામમાં ડામરનો પાક્કો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના હસ્તે આ કામગીરી શરુ કરાઈ હતી.ધારાસભ્યે કલોલના ધમાસણા ગામે હનુમાનજી મંદિર ચાર રસ્તાથી વારાહી ખોડીયાર ધામ સુધી ડામરનો પાકો રોડ બનાવવાના કામનો કલોલ તાલુકા ઉપ પ્રમુખ નરેન્દ્રસિંહ વાઘેલા, ધમાસણા ગામના સરપંચ  જશીબેન ઠાકોર અને ગ્રામજનોની હાજરીમાં પ્રારંભ કરાવ્યો હતો.

બીજી તરફ બળદેવજી ઠાકોરે અમદાવાદને અડીને આવેલા કલોલ તાલુકાના રણછોડપુરા, રાંચરડા તથા અઢાણા ગામના ભોળા અને અભણ ખેડૂતોની જમીનોના ખોટા દસ્તાવેજો કરીને જમીન પચાવી પાડવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાથે રુબરુ મુલાકાત કરી આવી ઘટનાઓની તપાસ કરી ખેડૂતોને ન્યાય અપાવવા રજુઆત કરી હતો.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

કલોલ સમાચાર