દારૂ પકડાતાં ખેપિયાઓ ભાગ્યા
કલોલમાં દારૂ પકડાવાનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. કલોલ રેલવે પૂર્વના ONGC રોડ પરથી પસાર થઇ રહેલ એક્ટિવાની ડેકીમાંથી દારૂ પકડાઈ જતા ખેપિયાઓ મુઠ્ઠીઓ વાળીને નાસ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે બે વ્યક્તિઓ એક્ટિવામાં દારૂ લઈને જતા હતા. જોકે પોલીસને બાતમી મળી જતા તેઓ ચાલુ એક્ટિવા પરથી કુદ્યા હતા. આ બાદ બંને ખેપિયાઓએ ઉભા રોડે દોડવાનું શરુ કરી દીધું હતું. બનાવને કારણે આસપાસ ટોળું ભેગું થઇ ગયું હતું.
શ્રાવણીયો જુગાર તેજ
કલોલ શહેર પોલીસે ગાયોના ટેકરા નજીક જુગાર રમતાં સલમાનખાન સકીલખાન સૈયદ રહે.રહીમપુરા કલોલ, રાહુલ દીલીપભાઈ રહે.૩ર કવાર્ટસ ગાયોના ટેકરા કલોલ અને રાજેશ ભીખાભાઈ વાઘેલા રહે.વાઘેલાવાસ ગાયોના ટેકરાને જુગાર રમતાં ઝડપી 10,850ની રોકડ કબ્જે કરી હતી.
આ ઉપરાંત રેલ્વે પૂર્વમાં જય ભવાની રો હાઉસ પાસે જુગાર રમતાં ઝુબેર અલીમુદ્દીન અંસારી, સુનિલ રાજુભાઈ ઠાકોર અને ભરતજી મંગાજી ઠાકોર તમામ રહે. જુની હાડકામીલની ચાલી કલોલને ઝડપી લીધા હતા અને 2260ની રોકડ કબ્જે કરી હતી.
આદરજ મોટી ગામમા આવેલા ચામુંડાપુરામા આવેલા જોગણીમાતાજીના મંદિર પાસે કેટલાક જુગારીયાઓ જુગારની બાજી લગાવીને બેઠા છે. ત્યારે પોલીસ પહોંચતા જુગારીયાઓમાં દોડધામ મચી જવા પામી હતી. તે સમયે પોલીસે તમામ ખેલીને ઝડપી લીધા હતા.
જેમા ચંદુ ધના ઠાકોર, ભીખા વિહા ઠાકોર, ઇશ્વર ભીખા ઠાકોર અને વિષ્ણુ કાંના ઠાકોર (તમામ રહે, આદરજ મોટી ગામ, ગાંધીનગર)ને ઝડપી લીધા હતા. ત્યારે આરોપીઓ પાસેથી દાવમા લગાવેલી રકમ સહિત 22500નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.