કલોલમાં વારંવાર કોલેરા ફેલાતા આરોગ્ય મંત્રીએ વહીવટી તંત્રનો ક્લાસ લીધો
કલોલમાં વારંવાર કોલેરા ફાટી નીકળવાને કારણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ શહેરની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે કલોલ નગરપાલિકામાં અધિકારીઓ તેમજ સત્તાધીશો સાથે બેઠક યોજી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વહીવટી તંત્રથી ભારે નારાજ જણાયા હતા. તેમણે કલોલમાં વારંવાર થતાં કોલેરા અંગે અધિકારીઓને સવાલ પૂછ્યા હતા. તેમણે સ્થિતીની સમીક્ષા કરીને તાકિતના પગલાં ભરવાની સૂચના આપી હતી.
કલોલના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોલેરાના દર્દીઓની મુલાકાત લીધી હતી. કલોલમાં અનેક વખત કોલેરા ફાટી નીકળવા ને કારણે રહીશોમાં પણ ફફડાટ ફેલાયો છે. આ સંજોગોમાં નગરપાલિકા દ્વારા જરૂરી પગલાં લઈને પાઇપલાઇન બદલવા તેમજ ગંદકી દુર કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.
કલોલમાં ત્રીજા દિવસે કોલેરાના કુલ 25 જેટલા કેસ નોંધવામાં આવ્યા હતા લ.આમ કુલ કેસનો આંકડો 101 થઈ ગયો હતો. બીજી તરફ આરોગ્ય તંત્રની ટીમો દ્વારા ઘરે-ઘરે ફરીને સર્વે તેમજ ક્લોરિન ટીકડી અને ઓઆરએસના પેકેટનું વિતરણ ચાલુ રાખવામાં આવ્યું છે.
કલોલ શેરથા પાસે હાઇવે વચ્ચે ગાય આવી જતા પતિ પત્ની બાઈક પરથી પટકાયા