કલોલના સરદાર બાગનું એક કરોડના ખર્ચે રીનોવેશન કરાશે 

કલોલના સરદાર બાગનું એક કરોડના ખર્ચે રીનોવેશન કરાશે 

Share On

 સરદાર બાગનું એક કરોડના ખર્ચે રીનોવેશન

કલોલમાં આવેલ સરદાર બાગનું રીનોવેશન હાથ ધરનાર છે. બગીચામાં સવાર સાંજ બાળકો તેમજ વડીલો આવતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી સરદાર બાગની રોનક જતી રહી છે. જેના ભાગરૂપે બગીચાને વધુ અદ્યતન બનાવવા રિનોવેશન હાથ ધરવામાં આવનાર છે.
ગાંધીનગરના સાંસદ અમિત શાહે આ બગીચાના રીનોવેશન માટે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. જેનો ઉપયોગ કરીને બગીચામાં નવી સુવિધા શરુ કરવામાં આવશે. આગામી 26 માર્ચના રોજ અમિત શાહ કલોલ આવીને બગીચાના કામનું ખાતમુહૂર્ત કરશે.

 

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

કલોલ સમાચાર