કલોલમાં સરપંચની ચૂંટણી પૂર્ણ,આવતીકાલે મતગણતરી યોજાશે

કલોલમાં સરપંચની ચૂંટણી પૂર્ણ,આવતીકાલે મતગણતરી યોજાશે

Share On

આવતીકાલે મતગણતરી યોજાશે

કલોલ તાલુકાના 11 જેટલા ગામોમાં સરપંચની ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે. હવે આવતીકાલે સરકારી આઈટીઆઈ ખાતે મતગણતરી યોજાશે. જોકે મત આપવા માટે કલાક લાંબી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવતા મતદારોમાં મતદાન પ્રક્રિયા તથા તંત્રની ઢીલી કામગીરી સામે રોષ પણ ફેલાયો હતો.

કલોલમાં એકંદરે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો અને શાંતિપૂર્વક મતદાન પૂર્ણ થયું હતું. તાલુકામાં છત્રાલ,પાનસર,કાંઠા,નવા,જાસપુર જેવા મોટાગામોમાં પણ મતદાન કરવા માટે લાંબી લાઈનો લાગી હતી. વારથી જ મતદારોની લાંબી કતારો મતદાન મથકો ઉપર જોવા મળી રહી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવી હતી અને દરેક મતદારે બે મત આપવાના હોવાના કારણે મતદાન પ્રક્રિયા લાંબી બની હતી.

સાંજે છ વાગ્યે મતદાનનો સમય પુર્ણ થયા બાદ પણ કલોલના મોટા ભાગના મથકો ઉપર મતદાનની પ્રક્રિયા ચાલુ રહી હતી. હવે આવતીકાલે કલોલ અંબિકા હાઇવે ખાતે આવેલ સરકારી ટેક્નિકલમાં સરપંચ અને સભ્યોની ચૂંટણીની મતગણતરી યોજાશે.

 

 

કલોલની તમામ અપડેટ્સ મેળવવા અમારું ફેસબુક પેજ લાઈક કરો

કલોલની સિન્ટેક્સ કંપનીને ખરીદવા રિલાયન્સ મેદાને

પાનસર-ઝુલાસણ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોમાં રોષ

સાવધાન:કલોલમાં ATM કાર્ડ બદલી ગઠિયો 1.55 લાખ રૂપિયા ઉપાડી ગયો

કલોલ સમાચાર